કચ્છમાં ફરી સ્વાઈમ ફ્લૂનો કહેર, કુલ ૮૬ પોઝિટિવ કેશ નોંધાયા.

કચ્છમાં ફક્ત છેલ્લા એક મહિનામાં સ્વાઈન  ફ્લૂના કુલ ૮૬ કેશ પોઝિટિવ આવ્યા છે. કચ્છમાં થોડા દિવસ થયા ઠંડીનું પ્રમાણ વધતાં ફરી સ્વાઈન  ફ્લૂ એ માથું ઉચક્યું છે. ત્યારે માંકુવાની એક મહિલા તેમજ નાના કપાયા ગામના એક વૃધ્ધએ સ્વાઇન ફ્લૂના લીધે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ત્યારે આરોગ્ય તંત્ર નીન્દ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કચ્છમાં વધતા જતાં સ્વાઇન ફ્લૂના કેશ નાથવા માટે તાલુકા વાઇસ ઓપીડી શરૂ કરવી જોઈએ. ત્યારે લોકોએ પણ સ્વાઇન ફલૂ થી બચવા માટે ભીડભાડ વાડી જગ્યએ ન જવું જોઈએ અને શરદી,ઉધરસ કે તાવ આવે તો તાત્કાલિક ડોક્ટર પાસે  સારવાર કરવી લેવી જોઈએ. ખાસ કરીને મોટી ઉમરના વૃદ્ધ કે નાની ઉમરના બાળકોએ   સ્વાઇન ફ્લૂ બાબતે ખાસ કાળજી લેવી જોઈએ. તો આ બાબતે આરોગ્ય તંત્ર એ યુદ્ધના ધોરણે પગલાં લેવા જોઈએ જેથી લોકોને સ્વાઇન ફ્લૂ થી રાહત મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *