ભચાઉથી કંડલા જતાં માર્ગમાં પાણીની થઈ રહી છે વ્યાપક ચોરી
આમ તો કચ્છમાં અછત જેવી પરિસ્થિતી છે જાણવા મળતી વિગત અનુસાર ચોકાવનારી વાત એ છે કે ભચાઉથી ગાંધીધામ અને કંડલા માર્ગમાં હોટલો અને નાના મોટા કારખાનાઓમાં ગેર કાયદેસર રીતે પાણીની ચોરી થઈ રહી છે. અને પાણી પુરવઠા બોર્ડની વિવિધ કચેરીઓ દ્વારા દોડતા પાણીના ટેન્કરોના ખોટા ફેરા બતાવી ને ડિઝલના બિલોમાં પણ ગોટાળો કરી સરકારી ખજાના ને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે. અને આવી રીતે ભૂતકાળ માં પણ ડીઝલના બિલોમાં ગોટાળા કરનાર કર્મચારીઓ ને સસ્પેન્ડ કરવાના દાખલાઓ પણ છે. અંજારમાં પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર,ગાંધીધામના નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના આ બંને કચેરીઓનો સરકારી ફરજનો રેકર્ડ તપાસમાં આવે તો તેઓ વર્ષોથી અડિંગો જમાવીને એક જ સ્થાને નોકરીમાં ફરજ બજાવી રહયા છે. તેમની બદલી ન થવાના કારણો તપાસમાંગી લે તેવા હોવાનું માહિતીગાર જણાવી રહ્યા છે.