અમદાવાદમાં મહિલાએ 10માં માળેથી મોતની છલાંગ લગાવી
સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે નાની નાની બાબતે લોકો પોતાનું જીવ ટૂંકાવી નાખતા હોય છે.તેવામાં જ અમદાવાદમાં એક મહિલાએ બિલ્ડીંગના 10માં માળેથી છલાંગ લગાવી પોતાનું જીવ ટૂંકાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.જે સમય આ ઘટના ઘટી ત્યારે જ ઘટના સ્થળે આ મહિલાનું મોત થયેલ હતું. જાણવા મળતી વિગત અનુસાર આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા. પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી. આ મહિલાના આત્મહત્યા પહેલાની અને પછીની ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.