મુંદ્રા ખાતે આવેલ તાલુકાના સાડાઉ ગામના સીમ વિસ્તારમાં આવેલ સરકારી જમીન પર દબાણના આક્ષેપ

orig_land-121_1676669138

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે મુંદ્રા ખાતે આવેલ તાલુકાના સાડાઉ ગામના સીમ વિસ્તારમાં આવેલ સરકારી  જમીનમાં  નવા  સર્વે નંબર 294માં આવવા જવા માટેનો રસ્તો બંધ થઈ જતાં જમીન પર દબાણ હોવાની ફરિયાદ સામે આવી છે. જે અંગે  મુંદ્રા મામલતદારને પત્ર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, આ સીમનાં જુના સ.નં. 182/2  નવા   સર્વે  નંબર  297માં ખાનગી માલીકીના પ્લોટો  આવેલા છે. અહીં આવવા જવા માટેનો રસ્તો મુંદ્રાથી ગુંદાલા  તરફ  જતા  રસ્તા  પર  જુના સ.નં.178, નવા સ.નં.294ની  સરકારી જમીન છે. જેમાં અજાણ્યા શખ્સો દ્વારા ફેન્સીંગ અને સિમેન્ટ પોલ સાથે દબાણ કરી દેવામાં આવેલ છે. જે અંગે તુરંત કોઈ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.