ભચાઉ ખાતે આવેલ જંગીના સીમ વિસ્તારના ટાવરમાંથી 1.50 લાખના વાયરની તસ્કરી થતાં ભારે ચકચાર

ભચાઉ ખાતે આવેલ જંગી ગામના સીમ વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીના ટાવરમાંથી 1.50 લાખના વાયરની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ કંપનીમાં વાસણાથી હળવદ સુધી બાજેલ પ્રોજેક્ટ લીમીટેડ કંપની દ્વારા ટ્રાન્સમિશન વિજ લાઇનનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા પાંચેક માસથી આ કામ બંધ હાલતમાં છે. ગત તા.24/12ના રોજ કંપનીના કામદાર જંગી ગામની સીમમાં ટાવર નંબર 3434 એ/0 નજીક જોવા જતાં તેમાં 22 એમ.એમ.ના લોખંડના પાઇલેટ વાયર હાજર જણાયા હતા. જ્યારે તા.25/12ના સવારના અરસામાં ત્યાં જતાં આ વાયર ગુમ જણાયા હતા. મળેલ માહિતી અનુસાર આ સ્થળેથી તસ્કરો રૂ.1,50,000ના 1500 મીટર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.