એસ.ટી. બસમાં ભીડનો લાભ લઈ આધેડે કરી દિવ્યાંગ સગીરાની છેડતી

ભચાઉ નારાયણ સરોવર એસ.ટી. બસમાં નખત્રાણાના દેવપર નજીક બસમાં બેઠેલી અસ્થિર મગજની તથા દિવ્યાંગ સગીરા સાથે ભીડનો લાભ લઇ છેડતી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર બસમાં બેઠેલી પરપ્રાંતીય અસ્થિર મગજની તથા દિવ્યાંગ સગીરા સાથે ભીડનો લાભ લઇ છેડતી થતાં તે સગીરાએ રાડારાડ કરતાં કપુરાશીના આધેડને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત દિવસે બપોરના અરસામાં બન્યો હતો. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર બસમાં ભીડ હોવાથી સગીરાને પાછળની સીટમાં બેસાડવામાં આવી હતી. અસ્થિર મગજની અને હાથ પગે અપંગ સગીરા સાથે આરોપી શખ્સએ શારીરિક અડપલાં કરતાં તેણે બસમાં રાડારાડ મચાવી હતી. આધેડ આરોપી શખ્સને પોલીસના હવાલે કરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.