છરીની અણીએ 1.11 લાખની લૂંટના કેસમાં ત્રણ શખ્સ જેલના હવાલે
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામ ખાતે આવેલ ગળપાદર ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર યુવાનને છરી બતાવી રૂા. 1.11 લાખના લૂંટના ચકચારી કેસમાં ત્રણ શખ્સોને જેલના હવાલે કરી દેવામાં આવેલ છે. મળેલ માહિતી મુજબ અંજાર તરફ જતા સર્વિસ રોડ પર ગત તા. 10/11ના રાત્રિના 11 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જેમાં, બાઇક પર આવેલા ત્રણ ઈશમોએ ફરિયાદીને છરી બતાવી સોનાની ચેઈન, સોનાનું કડું, મોબાઈલ ફોન, રોકડ સહિત રૂા. 1,11,200ની માલમતા ઝૂંટવી અને નાસી છૂટ્યા હતા. આ કેસમાં ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી કુલ રૂા. 80,700નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ હતો. પોલીસે આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.