આદિપુરમાંથી દિન દહાડે મોબાઇલની ઉઠાંતરી
copy image

આદિપુરમાંથી દિન દહાડે મોબાઇલની ઉઠાંતરી થયાનો મામલો સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, આ બનાવના ફરિયાદી એવા આદિપુરમાં મદનસિંહ ચોક નજીક ક્રિષ્ના ટેલિકોમ નામની દુકાનમાં મોબાઇલ રિપેરિંગનું કામ કરનાર જગમલસિંહ શેરસિંઘ ભાટીને કામ હોવાથી બાજુની દુકાનમાં ગયેલ હતા, જ્યાથી પરત આવીને જોતાં રિપેરિંગ માટે આવેલા રૂા. 9000ના મોબાઇલ ગુમ જણાયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.