અંજાર ખાતે આવેલ અજાપરમાં લાકડાના એકમમાં આગની જ્વાળાઓ ફળી નીકળતા 22 લાખનું નુકસાન
અંજાર ખાતે આવેલ અજાપરના સીમ વિસ્તારમાં એક લાકડાના એકમમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ખૂબ મોટું નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ટપ્પર રોડ પર આવેલ સર્વે નં. 32 ઉપર આવેલી ગ્રેટાડોર સોલ્યુશન પ્રા.લિ.માં ગત તા. 28/12ના 8.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. મળેલ માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ ચેમ્બરમાં આગ લાગી હોવાનું જણાઈ રહ્યું છે. બનાવની જાણ થતાં ટીમ્બર એસો. અને વેલસ્પન કંપનીના ફાયર ફાઈટરો દ્વારા બનાવ સ્થળે ધસી જઈને આગ પર પાણી મારો ચલાવવામાં આવેલ હતો. આ બનાવમાં કુલ કિંમત રૂા. 12 લાખ નુકશાન થયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ બનાવ અંગે પોલીસ મથકે નોંધા કરવવામાં આવેલ છે. પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.