અંજારમાં 40 વર્ષીય આધેડનો આપઘાત
અંજારમાં 40 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર શહેરમાં આવેલ પ્રજાપતિ છાત્રાલય નજીક રહેતા 40 વર્ષીય આધેડ તા.30/12ના રોજ પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પંખામાં ફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે નોંધ કરવવામાં આવેલ છે. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.