અંતરજાળમાં એક યુવાન સાથે 1.24 લાખની ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં એક યુવાન સાથે 1.24 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંતરજાળની  રાધે રેસિડેન્સીમાં રહેનાર ફરિયાદીને  ગત તા. 27/10ના અજાણ્યા નંબર પરથી ફોન આવેલ હતો જેમાં કોઈ હિન્દી ભાષી શખ્સ વાતા કરી રહ્યો હતો. તેને જણાવેલ કે, હું ગાંધીધામ મિલિટરી કેમ્પમાંથી બોલું છું તેમ કહી બાદમાં આ ઠગબાજએ ફરિયાદીને દવાની લિસ્ટ મોકલવેલ હતી.  આ યાદી મુજબ ફરિયાદીએ બીજા દિવસે દવાઓનો જથ્થો તૈયાર કરી મૂક્યો હતો ત્યાર બાદ આ દવાનો જથ્થો કારમાં  નાખી મેડિકલથી આર્મી કૈમ્પ ગળપાદર ગયા હતા. ત્યાર આર્મી ગેટના સામે ઉભા  રહીને અજાણ્યા નંબર  પર  ફોન કરી દવા આવી ગઈ હોવાનું જણાવ્યુ હતું. જેથી આરોપી ઈશમે ડોક્યુમેન્ટ વેરીફાઈ  કર્યા બાદ તમને ગેટમાં પ્રવેશ  મળશે તેવું જણાવેલ હતું. જેથી ફરિયાદીએ આધારકાર્ડ વ્હોટસએપ ઉપર મોકલાવ્યું હતું. ત્યાર બાદમાં બીજા અજાણ્યા  નંબરથી ફરિયાદીને ફોન આવેલ જેમાં ફરિયાદીએ ઓ.ટી.પી. નંબર  આવ્યા હોય તો  તે આપવા મોકલેલ  સ્કેનરમાં  એક  રૂપિયો જમા કરાવવાનું કહેતા ફરિયાદીએ તેવું કર્યું હતું અને બાદમાં તેમના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેકશન મારફતે રૂા. 1,24,633 બારોબાર ઉપડી ગયા હતા. ઠગાઈ થયા હોવાનું સામે આવતા આ અંગે ફરિયાદ નોંધવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.