માનકૂવા ગામે બુલેટથી જઈ રહેલ 41 વર્ષીય શખ્સનું આખલની અડફેટે આવી જતાં મોત
copy image

ભુજ ખાતે આવેલ માનકૂવા ગામે બુલેટથી જઈ રહેલ 41 વર્ષીય શખ્સનું આખલની અડફેટે આવી જતાં મોત થયું હોવાનો મામલો સામે આવી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત દિવસે સાંજના અરસામાં બન્યો હતો. આ શખ્સ ગત દિવસે સાંજના અરસામાં લઇને જઈ રહ્યા હતા તે દરમ્યાન ગામના હીરો હોન્ડાના શોરૂમ નજીક માર્ગમાં અચાનક આખલો સામે આવી જતાં તેની બાઇક અથડાઇ હતી. બનાવના પગલે ગંભીર રીતે ઘાયલ આ શખ્સને ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત થયું હતું. પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ આદરી છે.