ભુજ તાલુકાનાં કાળી તળાવડી ગામમાં 46 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઈ મોતને ભેટો કર્યો
copy image

ભુજ તાલુકાનાં કાળી તળાવડી ગામમાં 46 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઈ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજના કાળીતલાવડી ગામના આ આધેડ ગત દિવસે પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન કોઈ અગમ્ય ઝેરી દવા પી લઈ મોતને ભેટો કર્યો હતો. બનાવની જાણ થતાં જ તેમણે તાત્કાલિક સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે. આ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.