અંજાર ખાતે આવેલ લોહારિયા ગામની વાડીમાંથી થયેલ તસ્કરીના પ્રકરણમાં બે શખ્સ જેલના હવાલે
copy image

અંજાર ખાતે આવેલ લોહારિયા ગામના સીમ વિસ્તારમાં આવેલ એક વાડીમાંથી 60 હજારની કિમતના વાયરની ઉઠાંતરી થઈ હતી. જે પ્રકરણમાં પોલીસે બે શખ્સોને જેલના હવાલે કર્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ચંદિયાના નવાવાસમાં રહેતા ફરિયાદી ખેડૂતની લોહારીયા ગામની સીમમાં સર્વે નંબર 52માં વાડી આવેલ છે. ફરિયાદી ગત તા. 28/12ના રોજ વાડીએથી પરત આવતી વખતે વાડીની ઓરડીમાં વાડીનું સામાન, ટપક પદ્ધતિની લાઈનના 40 ફીંડલાં મુકી તાળું મારી પોતાના ઘરે પરત ગયેલ હતા. ત્યાર બાદ ગત દિવસે સવારે વાડીએ કામ અર્થે જતાં વાડીની ઓરડીના તાળાં તુટેલ હાલતમાં જણાયા હતા. વધુ તપાસ કરતાં ઓરડીમાં રાખેલ વાયરના 40 ફિંડલા ગુમ જણાયા હતા તેમણે રાત સુધી તપાસ કરવા છતાં આ માલની ક્યાંય ખબર મળી ન હતી. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને બે શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલ શખ્સો પાસેથી કેબલના40 ફિંડલા, મોબાઈલ સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.