ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં જાહેરમાં દારૂ વેચતા બ શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા
copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં જાહેરમાં દારૂ વેચતા બે શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, બે શખ્સો સામખિયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં જાહેરમાં દારૂનું વેચાણ કરી રહ્યા છે. આ શખ્સો બાતમી વાળા સ્થળ પર દારૂનું વેચાણ કરી રહ્યા હતા તે દરમ્યાન અચાનક આવેલી દારૂનું વેચાણ કરતાં બે શખ્સોને પોલીસે રંગે હાથ જહડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી કુલ 6050નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે આ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.