દારૂના અનેક ગુનાઓમાં સામેલ આરોપી પોલીસના સકંજામાં

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, છેલ્લા કેટલાક સમયથી દારૂના અનેક ગુનાઓમાં સામેલ નાસ્તા ફરતા શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, દારૂના ગુનામાં ધરપકડથી નાસતો-ફરતો આરોપી શખ્સ હાલમાં સમાઘોઘા પાસે  જિંદાલ કંપનીના ગેટ નં. 1 સામે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી આ શખ્સને ઝડપી પાડ્યો હતો. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, પકડાયેલ શખ્સ વિરુદ્ધ  વિવિધ પોલીસ મથકમાં દારૂ સંબંધિત 25 કેસ  નોંધાયા  હોવાના કારણે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.