ભુજમાંથી એક શંકાસ્પદ બાઇક સાથે એલસીબીએ શખ્સને ઝડપી પાડયો
copy image

ભુજમાંથી એક શંકાસ્પદ બાઇક સાથે એલસીબીએ એક શખ્સને ઝડપી પાડયો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, એક શખ્સ આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ બાજુ નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ લઇ જઈ રહ્યો છે જે તે શખ્સે ચોરી કે છળકપટથી મેળવી હોવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી શખ્સને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી પાડેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.