પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતાં શખ્સને ઝડપી પાડતી ભચાઉ પોલીસ

copy image

copy image

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ અંબિકા નગરમાં એક કરિયાણાની દુકાનનો વેપારી પ્રતિબંધિત દોરીનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી તલાશી લેતા પ્લાસ્ટીકના કોથળામાંથી પ્રતિબંધિત એવી 21 ફીરકી નીકળી પડી હતી. પોલીસે તમામ મુદ્દામલ હસ્તગત કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.