રાપરમાં થઈ અભદ્ર હરકત : એકલતાનો લાભ લઈ મહિલા પર દૂષકર્મ આચર્યા બાદ કર્યા ફોટોઝ વાયરલ
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, રાપરમાં અભદ્ર હરકત કરવામાં આવી છે. જે અંગે મળેલ માહિતી અનુસાર રાપર નજીક વાળી પર ઓરડીમાં મહિલા પર બળાત્કાર ગુજારી ફોટો વાયરલ કરી દેવામાં આવેલ હતા જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત તા. 1/4/23ના બપોરના અરસામાં બન્યો હતો. એક મહિલા આ વાડીની ઓરડીમાં એકલા હતા તે દરમ્યાન તેમની એકલતાનો લાભ લઇ આરોપી શખ્સ ઓરડીમાં ઘૂસી ગયો હતો અને મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ આ મહિલાના બીભત્સ ફોટો પાડી તેને વાયરલ કરવાની ધમકી આપેલ હતી. અને શખ્સે મહિલાના ફોટો વાયરલ કરી દીધા હતા.આ ગુના અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.