“હનીટ્રેપના ગુનામાં છેલ્લા ૬ માસથી નાશતા ફરતા આરોપી આકાશ ગણેશભાઇ મકવાણાની ધરપકડ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”
copy image

નખત્રાણા પોસ્ટેમા ગુના રજીસ્ટર નંબર – ૧૧૨૦૫૦૩૫૨૩૦૫૨૪ કલમ – ૩૦૬,૩૮૯, ૧૨૦(બી), ૩૪ મુજબ ગઈ તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો રજીસ્ટર થયેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધીક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સુચના આપેલ જે સુચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આ ગુન્હામાં સંડોવાયેલ નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ. જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.આઇ. સંજયદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, મહીપાલસિંહ પુરોહિતનાઓ નાશતા ફરતા આરોપીની તપાસમા હતા દરમ્યાન સુંદર ગુન્હા કામેનો આરોપી આકાશ ગણેશભાઇ મકવણા ઉ.વ. ૩૨ રહે. ગુરુકુળનગર – ૧, નવા અંજાર વાળાને ભચાઉ ખાતેથી હસ્તગત કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની કચેરી લાવી ઉપરોક્ત ગુન્હા કામે અટક કરવામા આવેલ છે.
- પકડાયેલ આરોપી
- આકાશ ગણેશભાઇ મકવણા ઉ.વ. ૩૨ રહે. ગુરુકુળનગર – ૧, નવા અંજાર.