ગાંધીધામના આધેડ પાસેથી બેન્ક ખાતું ખોલાવવાના બહાને 8 લાખ સેરવી લેવાયા

copy image

copy image

ગાંધીધામમાં બેન્ક ખાતું ખોલાવવાના બહાને 8 લાખની ઠગાઈ થઈ હોવાનો ચકચારી મામલે સામે આવી રહ્યો છે ત્યારે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ શહેરના સેક્ટર 7માં રહેતા ફરિયાદીએ સપનાનગરમાં આવેલ મકાનની ડીલ કરી હતી. જેમાં તેમને લોન કરાવવાની હોવાથી એક શખ્સનો સંપર્ક કરેલ હતો. આ શખ્સે તેમના પત્નીના નામે લોન લેશો તો સ્ટેમ્પ ડયુટીમાં ફાયદો થવાની વાત કરેલ હતી અને યશ બેંકમાંથી લોન અપાવવાની ધરપત આપેલ હતી, પરંતુ લોન લેવા માટે બેંકમાં રૂપિયા 3 લાખ જમા કરાવવા પડશે તેવું જણાવ્યુ હતું. જેથી ફરિયાદીએ નાણાં આપેલ હતા. ત્યારબાદ મકાન પેટે રૂપિયા આપવાના હોવાથી ફરિયાદી આ શખ્સ સાથે બેંકમાં ગયેલ હતા. બેંકમાં સર્વર ડાઉન હોવાના કારણે તેમણે 5 લાખનો સેલ્ફ લખેલો ચેક આરોપી શખ્સને આપેલ હતો. આ ચેકના નાણાં પણ મેળવી લેવાયા હતા,અને પાછળથી આ તમામ રકમ ફરિયાદીની પત્નીના ખાતામાં જમા કરાવવા જણાવેલ હતું, પરંતુ રૂપિયા પરત ન પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.