મિરજાપર-ભુજના ધોરીમાર્ગ પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાળદિયાના આધેડનું મોત

copy image

copy image

મિરજાપર-ભુજના ધોરીમાર્ગ પર ટ્રક અને બાઇક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 57 વર્ષીય આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગત દિવસે સાંજના અરસામાં બળદિયાના 57 વર્ષીય માવજી પ્રેમજી ઠાકરાણી નામના આધેડ પોતાની બાઇક લઇને મિરજાપર-ભુજના માર્ગે જઇ રહ્યા હતા, તે દરમ્યાન પૂર પાટ આવી રહેલ ટ્રકના ચાલકે તેમણે અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આધેડને સારવાર અર્થે લેવા પટેલ હોસ્પિટલ ખસેડાયા બાદ જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.