કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. વાલાભાઈ ગોયલ, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલસિંહ રાજપુરોહીતનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઈ. વાલાભાઇ ગોયલ તથા પ્રધ્યુમનસિંહ ગોહિલનાઓને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સહદેવસિંહ બટુકસિંહ જાડેજા રહે.નાની ખાખર તા.માંડવી વાળાએ પોતાના કબ્જાના વાડામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો બહાર થી લાવી વેચાણ અર્થે રાખેલ હોય અને પ્રોહીનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં હોવાની હકીકત આધારે વોચમાં રહી તપાસ દરમ્યાન નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે નાશી ગયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ કોડાય પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો નંગ- ૧૩૪ કી.રૂા. ૫૭.૧૦૦/-
- मो.सा. २४.नं. GJ-12-DD-0504 B.३.२०,०००/-
- નાશી ગયેલ ઇસમ
- સહદેવસિંહ બટુકસિંહ જાડેજા રહે.નાની ખાખર તા.માંડવી
- નાશી ગયેલ ઇસમનો ગુનાહીત ઇતિહાસ
- માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૮૬૩/૨૦૨૦ પ્રોહિ ક.૬૫(એ)(એ) વિગેરે
- મુંદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૪૯૪/૨૦૨૨ પ્રોહિ ક.૬૫(એ)(એ) વિગેરે – માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૪૦૯/૨૦૨૨ પ્રોહિ ક.૬૫(એ)(એ) વિગેરે
- માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૫૯૦/૨૦૨૨ ઇ.પી.કો. ક.૧૪૩,૧૪૭,૧૮૬,૨૯૪(બી), ૩૩૨,૩૫૩,૪૨૭, ૫૦૬(૨) વિગેરે