અંજાર ખાતે આવેલ તુણા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વંડીના યુવાનનું મોત

copy image

copy image

અંજાર તાલુકાના તુણા ગામ પાસે ટ્રક અને ટ્રેઈલર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર તાલુકાના તુણા ગામ પાસે આ અક્સસ્માત સર્જાયો હતો. મળેલ માહીતી અનુસાર વંડી ગામનો યુવાન પોતાની બાઈક લઇને તુણા પોર્ટ તરફ જઈ રહ્યો હતો. તે સમયે સામેથી આવતા ટ્રક- ટ્રેઈલરના ચાલકે બાઇકને હડફેટમાં લેતાં આ બાઈકના ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. પોલીસે આ મામલે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।