અંજારના વેપારે સાથે રૂ.8 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજારમાં એક વેપારી સાથે 8 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજારના વેપારી બિમલેશભાઈ વેલજીભાઈ ગામોટે તેમના મિત્ર પાસેથી રૂપિયા 18 લાખમાં જીપ ખરીદી હતી. જેના બદલામાં રૂપિયા 8 લાખ રોકડા આપેલ હતા. ગાડીના કાગળો અને એન.ઓ.સી. માગતાં તેના પર લોન હોવાનું સામે આવ્યું હતું. આ દરમ્યાન બે શખ્સો ફરિયાદીની ઓફિસે ગયેલ હતા અને ગાડી બરાબર છે કે કેમ ચેક કરવા માટે ચાવી માગી હતી. ત્યારબાદ આ જીપ હંકારી આ બન્ને શખ્સો ફરાર થઇ ગયા હતા. જે મામલે આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.