રોયલ્ટી કે પાસ પરમીટ વગર પડધી ભરેલા ટ્રેક્ટરને ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનીલભાઇ ખટાણા તથા વિરમભાઈ ગઢવીનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નખત્રાણા-જાડાય રોડ પર ગણેશનગરના બસ સ્ટેશન પાસે આવતા લાખાભાઈ રબારીનાઓને ખાનગી બાતમી હકિકત મળેલ કે, જાડાય રોડ તરફથી એક સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર સફેદ પડધી(પથ્થર) ભરી નખત્રાણા ટાઉન તરફ આવી રહેલ છે.” જે હકીકત આધારે તપાસ કરતા ટ્રેક્ટર રજી નં. GJ-12-AN-6939 વાળુ ટ્રોલી સાથે ચાલક ડાયાલાલ રામજીભાઈ વણકર રહે-વ્યાર તા-નખત્રાણા નાઓને પડધી(પથ્થર) ભરવા અંગે પુછપરછ કરી પડધી (પથ્થર) ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ ટ્રેક્ટર ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.