માંડવીમાં ચેક પર ફરવાના કેસમાં આરોપીને 1 વર્ષની કેદ
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, માંડવી ખાતે આવેલ સાંભરાઇના ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મામલે મળેલ માહિતી અનુસાર ફરિયાદી એવા કરશન ભીમશી ગઢવીએ તેમના મિત્રને 1.60 લાખ ઉછીના આપેલ હતા જે પેટે આપેલ ચેક પરત ફરતા આરોપી શખ્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવીલ હતો. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને એક વર્ષની સાદી કેદની સજાનો હૂકુમ જાહેર કર્યો હતો.