માંડવી ખાતે આવેલ મોટા ભાડિયામાં ચડત વીજબિલની ઉઘરાણી અંગે વાયરમેનને જાનથી મારી દેવાની ધમકી

માંડવી ખાતે આવેલ મોટા ભાડિયામાં ચડત વીજબિલની ઉઘરાણી અંગે વાયરમેન સમજ આપવા જતાં તેને થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ PGVCLની સબ ડિવિઝનની માંડવી રૂરલ કચેરીમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા કાર્તિક સોમદેવભાઈ ભરડાને ઉપરી અધિકારીએ મોટા ભાડિયામાં ચડત બિલને લઇ જોડાણ કાપવા ઓર્ડર આવેલ હોવાથી ગ્રાહકની વીજબિલની બાકી ચૂકવણી રૂા. 28,588 હતી, જે ભરવાની અંતિમ તારીખ 16/11/23 હતી, પરંતુ ભરપાઇ કરવામાં આવેલ ન હતી. આથી ફરિયાદી ત્યાં જઇ આરોપી શખ્સને સમજાવતાં આરોપીએ ઉષ્કેરાઇ ગાળાગાળી કરી ફરિયાદીને થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.