પડતર માંગણીઓ સંદર્ભે સકારાત્મક પરિણામ ન મળતા 01 લાખથી વધુ આંગણવાડી-આશા વર્કર આગામી 3 દિવસ માટે હડતાળ પર

image-195

copy image

copy image

ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે આંદોલન કર્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ પ્રશ્નોના નિરાકરણ માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર સાથે 27 જેટલી બેઠકો થઈ ચૂકી હોવા છતાં પગાર વધારા સહિતના અન્ય મુખ્ય પ્રશ્નોનો હજુ પણ કોઈ હલ આવ્યો નથી. જેથી રાજ્યની એક લાખથી વધુ આંગણવાડી બહેનોએ 18મી તારીખથી ત્રણ દિવસ સુધી કામકાજથી અળગા રહી હડતાળ પર જવા અંગે એલાન કર્યું હોવાનું સામે આવ્યું છે.