જામનગરમાં એક જ પરિવારના બે આશાસ્પદ યુવાનોના આપઘાતથી શોકનો માહોલ
copy image

જામનગર ખાતે આવેલ નાની અને મોટી બાણુંગાર ગામમાં એક જ પરિવારના બે આશાસ્પદ યુવાનોના આપઘાતથી શોકનો માહોલ ફેલાયો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, મોટી બાણુંગાર ગામમાં રહેતા 26 વર્ષીય ખુમલોભાઈ રણછોડભાઈ બુડોરીયાએ પોતાની વાડીમાં ઇલેક્ટ્રિક પોલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કામગીરી શરૂ કરી હતી. એકના મોતના ઘા હજુ રુઝાયા ન હતા ત્યાં જ નાની બાણુંગારમાં રહેતા ખુમલોભાઈના પિતરાઈ ભાઈ સંદીપભાઈ ગણપતભાઈ બુડારીયાએ પણ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાયો હતો.