ગાંધીધામમાંથી શંકાસ્પદ સોયાબીન અને દિવેલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી એસઓજી ટીમ
copy image

ગાંધીધામમાંથી પોલીસે એક શખ્સને શંકાસ્પદ સોયાબીન અને દિવેલના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એસઓજી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ અંજાર રોડ પર આવેલ ગળપાદરના નાગેશ્વર સોસાયટીના કરણી માતાજીના મંદિરના પાછળના ભાગે આવેલા વાડામાં એક શખ્સે સોયાબીન અને દિવેલનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ત્રણ કેરબા સોયાબીન તેલ અને 7 કેરબાઓમાં દિવેલ ભરેલુ હતું સ્થળ પર 20ની લીટર વાળા 10 કેરબા મળી આવેલ હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.