સાત માસ અગાઉ પદ્ધર પોલીસે પકડેલ શંકાસ્પદ ગોળનો જથ્થો અખાદ્ય હોવાનું સામે આવ્યું

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, સાત માસ આગાઉ પોલીસ દ્વારા શંકાસ્પદ ગોળની 110 ભીલી હસ્તગત કરવામાં આવેલ હતી જેને પરીક્ષણ અર્થે મોકલાવવામાં આવતા ગોળ અખાદ્ય હોવાનું સામે આવતા આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સાત માસ અગાઉ તા. 30/4ના રોજ પદ્ધર પોલીસ દ્વારા કોટડાના વરંડામાંથી કિં. રૂા. 27,500ની  1100 કિલો શંકાસ્પદ ગોળની 110 ભીલી જપ્ત કરવામાં આવી હતી. કબ્જે કરવામાં આવેલ ગોળની ભીલીને પરીક્ષણ અર્થે મોકલાવવામાં આવેલ હતી. પરીક્ષણના અહેવાલ મુજબ આ ગોળ અખાદ્ય હોવાનું સામે આવ્યું હતું. જેના પરીણામ સ્વરૂપે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.