ભુજમાં હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેવાઓને ઘેર ઘેર તેમજ જરૂરિયાત મંદોને ધાબડાઓનું વિતરણ કરાયું

કચ્છના પાટનગર ભુજમાં ઠંડીનું પ્રમાણ વધી જતા છેવડાનો માનવી પણ ઠંડીથી રક્ષણ મેળવી શકે તે માટે ઠેર ઠેર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું માત્ર છેવાળાનું માનવી નહીં પણ જે હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેવાઓને ઘેર પણ સર્વે કરીને ધાબડા ઘેર ઘેર પહોંચવાનો અભિયાન પણ શરૂ કરાયું હતું શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા અને જાણીતા તબીબ ડો કવિતાબેન મીરા સચદેની સ્મૃતિમાં ધાબડાઓ વિતરિત કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં ભુજ નગર સેવાસદન ના પૂર્વ નગરપતિ જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદે ના પ્રમુખ સ્થાને ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરંભે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી એ પ્રાસંગિક પરિચય આપ્યો હતો ત્યારબાદ આ ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શંકરભાઈ સચદે એ જણાવ્યું હતું કે ભુજ શહેરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સહયોગથી અને કવિતા મીરાં સચદે ની સ્મૃતિમાં દર શિયાળે ભુજ શહેરમાં પહેલા જરૂરિયાત મંદોનું સર્વે કરી અને તેમના ઘેર ઘેર ધાબડા પહોંચવા માટેનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે ત્યાર પછી હાથ લંબાઇ શકતા નથી માંગી શકતા નથી તેવાઓને ઘેર ઘેર ધાબડા પહોંચતા કરવાનું અભિયાન દર વર્ષે કરવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત અન્યને પણ ધાબળો વિતરિત કરવામાં આવે છે ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં એટલા અટુલા કે રસ્તે પડ્યા રહેતા ઓને પણ રાત્રે આ ધાબડા ઓઢાડવામાં આવી રહ્યા છે જેનો પ્રારંભ જાણીતા દાતા શંકરભાઈ સચદે ના હસ્તે કરવામાં આવ્યો હતો આ તકે સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી, શિવાંગભાઈ અંતાણી, હસમુખભાઈ વોરા, કવિતાબેન વોરા, નરેન્દ્ર ભાઈ સ્વાદિયા,વગેરે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શંકરભાઈ સચદે દ્વારા હોળી, દિવાળી, નવરાત્રી, પતંગ ઉત્સવ, શિયાળો, ઉનાળો કે ચોમાસુ જરૂરિયાત મુજબ વાર તહેવારે તમામ વર્ગના લોકોને સહયોગ આપી રહ્યા છે તે રીતે આ વખતે ઠંડીમાં પણ દર વર્ષની જેમ ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ,