હાજાપરમાંથી ચાર જુગારપ્રેમીઓને ઝડપી પાડતી પધ્ધર પોલીસ
copy image

ભુજ ખાતે આવેલ હાજાપરમાંથી ચાર જુગાર પ્રેમીઓને પધ્ધર પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પધ્ધર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ ખાતે આવેલ હાજાપરમાં આવેલા ક્રિકેટના મેદાનની બાજુમાં નદીના કાંઠા નજીક બાવળની ઝાડીમાં અમુક ઈશમો ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને રોકડ સહિત કુલ રૂા. 17890ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.