રાપર નજીક એક ઓરડીમાંથી 1.65 લાખનો અંગ્રેજી દારૂ ઝડપાયો

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, હાલમાં જ પોલીસે રાપર નજીકથી 1.65 લાખનો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર રાપર ખાતે આવેલ ફતેહગઢથી મોવાણા તરફ જતા રસ્તા પર આવેલ ઓરડીમાંથી પોલીસે આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળેલ માહિતી મુજબ પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર ખાતે આવેલ ફતેહગઢથી મોવાણા તરફ જતા માર્ગે આવેલ ઓરડીમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી કુલ રૂા.1,65,600નો  અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાથમાં આવ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.