અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીના એક મકાનમાંથી 31 હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયો
copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીના મકાનમાંથી 31 હજારના દારૂ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મેઘપર બોરીચીમાં આવેલ સાંઈનાથ સોસાયટીમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. સાંઈનાથ સોસાયટીમાં આવેલ પ્લોટ નં. 32માં રેઈડ પાડી અને ભારતીય વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 84 બોટલ તથા બિયરના 24 ટીન હસ્તગત કર્યા હતા. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન કુલ 31,800ના દારૂના જથ્થા સાથે આરોપી શખ્સને ઝડપી પાડવામાં આવેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.