દસ હજારની રોકડ સાથે ચાર જુગારપ્રેમીઓને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ
copy image

નખત્રાણામાં રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ સુખપરથી ખીરસરા જતા માર્ગ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી, આ માર્ગે જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર શખ્સોને 10 હજારની રોકડ સાથે પકડી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર ગત દિવસે સાંજના અરસામાં સુખપર (રોહા)થી ખીરસરા જતા માર્ગે બસ સ્ટેશનની પાછળ જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર ખેલીઓને રોકડ રૂ.10,500ના મુદામાલ સાથે નખત્રાણા પોલીસે પકડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.