મુંદ્રા પંથકમાં થઈ રહેલ બેફામ ખનિજચોરીમાં વધુ એક કાર્યવાહી દરમ્યાન ગેરકાયદે ખનિજ ઉત્ખનન કરતા ત્રણ વાહનો કબ્જે
copy image

મુંદ્રા પંથકમાં બેફામ ખનિજચોરી થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં, ગેરકાયદે ખનિજ ઉત્ખનન કરતા ત્રણ વાહનો કબ્જે કરવામાં આવેલ છે.આ કાર્યવાહી ગત મંગળવારે રાત્રે હાથ ધરવામાં આવી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર બોરાણા માર્ગ પર ધ્રબ નદી આગળ હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં મુંદ્રા મામલતદાર જે.એસ. સિંધી તેમજ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા મંગળવારે રાત્રે બે ટ્રેક્ટર તથા એક લોડર કબ્જે કરવામાં આવેલ હતા. હદ વિસ્તાર બહાર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતાં આ ત્રણ વાહનો હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.