અંજાર ખાતે આવેલ વર્ષામેડીમાં બંધ મકાનના તાળાં તોડી 35 હજારની મત્તાની તસ્કરી થતાં ચકચાર

અંજાર ખાતે આવેલ વર્ષામેડીની એક સોસાયટીમાં બંધ મકાનના તાળાં તોડી 35 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ વર્ષામેડીમાં બાગેશ્રી નગર-3 નામની સોસાયટીના એક બંધ ઘરનાં તાળાં તોડી નિશાચરોએ રૂા. 35,000 પર હાથ સાફ કર્યો હતો. આ મામલે મકાનમાં રહેનાર યુવાન દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી યુવાનના પત્ની  ગત તા. 2/1ના પોતાના વતન  ગયેલ હતા અને ત્યાર બાદમાં તા. 9/1ના આ ફરિયાદી  પોતાની નાઇટ ડયૂટી કરવા વેલસ્પન  કંપનીમાં ગયા હતા.  ત્યાદ બાદ ગત દિવસે સવારના સમયે પરત આવીને જોતાં તેમના મકાનના દરવાજાના તાળાં તૂટેલી હાલતમાં જણાયા હતા. ઉપરાંત મકાનમાં તમામ સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો વધુ તપસ કરતાં તેમના ઘરમાથી સોનાની રિંગ અને રોકડ સહિત કુલ 35,000ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.