અંજાર ખાતે આવેલ ભીમાસર નજીકથી 2.12 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અંજાર ખાતે આવેલ ભીમાસર નજીકથી પોલીસે 2.12 લાખનો દારૂ કબ્જે કર્યો હતો. મળેલ માહિતી અનુસાર અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વરસાણા બાજુથી ભચાઉનો એક શખ્સ ગાડીમાં દારૂ ભરીને આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે ભીમાસરના પ્રવેશદ્વાર પાસે વોચ ગોઠવી અને બાતમી વાળી ગાડી આવતાં પોલીસે તેને અટકાવવાની કોશિશ કરતાં શખ્સ ગાડી હંકારી ગામમાં લઈ ગયો હતો, ત્યાર બાદ આ શખ્સ ગાડી ઊભી રાખી પોતે નાસી છૂટયો હતો. આ કારની તપાસ હાથ ધરતા તેમાથી કિંમત રૂા. 2,12,940ની દારૂની 468 બોટલ નીકળી પડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.