મીઠીરોહર નજીક બાવળની ઝાડીઓમાંથી 31 હજારના દારૂ સાથે એક શખ્સ પોલીસના સકંજામાં

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીકથી દારૂ વેચતા એક શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. જ્યારે વધુ એક શખ્સ પોલીસની પકડથી દૂર હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર જી.આઈ.ડી.સી. બાજુ  જતા માર્ગ પર આવેલ  બાવળની ઝાડીઓમાં  એક્ટિવા પર  બેસી દારૂ વેચતા  શખ્સને અલગ લગ બ્રાન્ડની દારૂની બોટલો સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથે સામેલ વધુ એક શખ્સ હાજર મળ્યો ન હતો.  પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી કુલ 31,100નો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.