માંડવી ખાતે આવેલ નાની તુંબડી-પુનડી માર્ગનું અધુરું મૂકી દેવાતા વાહનચાલકો મુશ્કેલીમાં

માંડવી ખાતે આવેલ નાની તુંબડીથી પુનડીના માર્ગને ડામરથી મઢી દેવાયો છે, બાકી અડધા રસ્તાનું કામ અધુરું મૂકી દેવામાં આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માંડવી ખાતે આવેલ નાની તુંબડીથી પુનડી થઇને ભુજ-માંડવી હાઇવે જોડતા  અડધા માર્ગને ડામરથી મઢી  દેવામાં આવેલ હતો,  બાકી અડધા રસ્તાનું કામ અધુરું મૂકી દેવામાં આવતાં  વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,  આ માર્ગની હાલત ગાડાવાટથી  બિસ્માર બની ગઇ છે, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી, તેવું  પુનડી અને  નાની  તુંબડીના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.