ભુજમાં ઉતરાયણ પર્વને અનુલક્ષી કિડ્ડી કેમ્પસ પ્રિ સ્કૂલ દ્વારા પક્ષી બચાવ માટે બાળકોની રેલી યોજી લોક જાગૃતિ ફેલાવાઈ

ભુજમાં આજે શહેરની કિડ્ડી કેમ્પસ પ્રિ સ્કૂલ દ્વારા ઉતરાયન પર્વને અનુલક્ષીને પક્ષીઓના બચાવ અંતર્ગત ખાસ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ખેંગાર બાગથી પ્રસ્થાન પામી હોટેલ લેક્વ્યું સામે હમીરસર તળાવ નજીક વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ ઉભા કરાયેલા કરુણા અભિયાન કેન્દ્ર ખાતે સમાપન થઈ હતી. રેલીમાં જોડાયેલા સ્કૂલમાં આભાસ કરતા નાના ભૂલકાઓએ આ પ્રસંગે પક્ષી બચાવના સંદેશ આપતા સૂત્રો બેનર અને બોર્ડ મારફતે દર્શાવી કરુણા અભિયાનમાં સહયોગ પૂરો પાડ્યો હતો. શાળાના સંવેનશીલ કાર્યમાં વાલીગણ પણ ઉપસ્થિત રહી સામેલ થયા હતા.

મકર શંક્રાંતિના પર્વએ લોકો દાન પુણ્ય સાથે આકાશમાં પતંગ ઉડાવવાની મજા માણતા હોય છે. પરંતુ આકાશમાં ઊડતી પતંગો કેટલાય પક્ષીઓ માટે જીવલેણ અને પીડાદાયક સાબિત થતી હોય છે. ત્યારે ઊડતી પતંગોની દોર પક્ષીઓ માટે ઘાતક પુરવાર ના થાય તે માટે આયોજિત જાગૃતિ રેલી અંગે કિડ્ડી કેમ્પસ પ્રિ સ્કૂલના સંચાલિકા કલ્પના શાહે જણાવ્યું હતું કે ખાસ તો સવારના નવ વાગ્યા પહેલા પક્ષીઓ દાણા ચણવા જતા હોઉ છે અને સંધ્યાકાળે પોતાના રહેઠાણ સ્થળે પરત ફરતા હોય છે. આ સમયગાળા દરમિયાન પતંગ ઉડાવવી જોઈએ નહીં તેમજ પતંગની દોર થી ઘાયલ થયેલા પક્ષીઓને નજીકના કરુણા કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડવા માટે બાળકોના માધ્યમથી એક લોક જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આયોજન વ્યવસ્થા
શાળાની શિક્ષિકાઓ જીગીશા મેમ અને જિનલ મેમ દ્વારા સંભાળવામાં આવ્યા હતા. કરુણા અભિયાન કેન્દ્ર ખાતે વન વિભાગના કે આર મરન્ડ, દિનેશ આહીર, એમ પી આહીર વગેરેએ પક્ષી બચાવ અંગે સમજ આપી હતી. પર્યાવરણ પ્રેમી અખિલેશ અંતાણી, નિવૃત આરએફઓ જીબી વાણીયા, કાંતિ એચ પટેલ, યોગ આચાર્ય રમેશ ભાઈ વરુ એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.