ગાંધીધામમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની કેદ
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની કેદ ઉપરાંત રકમની દોઢી રકમ ચુકવવા હૂકુમ જાહેર કરાયો છે. મળેલ માહિતી અનુસાર ગાંધીધામ મધ્યે મમતા રોડવેઝના નામથી ધંધો કરતા એક વેપારી પાસેથી એક શખ્સે હાથ ઉછીના બે લાખ લીધેલ હતા. જે પેટે આપવામાં આવેલ ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા તે પરત ફર્યો હતો. જેથી ફરિયાદીએ આરોપી શખ્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટે બંની પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને એક વર્ષની કેદની સજા તથા ચેકની દોઢી રકમ વળતર પેટે ચુકવી આપવા હૂકુમ જાહેર કર્યો હતો. ઉપરાંત, જો રકમ સમયસર ચુકવવામાં ન આવે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો.