ભૂજ ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા મધ્યરાત્રીએ આપધાતનો પ્રયાસ કરનાર પીડિત મહીલાને નવજીવન આપાયું
માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક પીડિત મહીલા તેમનાં સાસરી કે પિયર પક્ષ માં રહેવા માંગતા નથી.આજ રોજ ગળે ફાંસો ખાઈ ને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ છે તેમાંની હાલ ૯ માસ ની એક દિકરી છે એ ને પણ મારી નાખીશ એવું કહે છે તેથી પીડિત મહીલા નું કાઉન્સેલિંગ કરવા માંટે ૧૮૧ ની મદદ ની જરૂર છે જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ,મહિલા હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ તેમજ પાઈલોટ ધનજીભાઈ ઘટના સ્થળે પીડિત મહિલાની મદદ માટે પહોંચ્યા.પીડિતા મહિલાના કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડીતા મહિલાના લગ્ન ને આશરે ૨ વર્ષ જેવો સમય થયો હતો.પીડિતા તેમના સાસુ – સસરા, જેઠ – જેઠાણી સંયુક્ત કુટુંબમાં રહેતા હતાં પરતું પીડિતા મહીલા ના જેઠાણી અને સાસુનો નાની નાની બાબતો ને લઈ ને સતત ઝગડાઓ થતા હતા તેથી તેવો તેમના સસરાના બીજા મકાન માં અલગ રહેવા જતા રહ્યા હતાં.પરંતુ પડિતાના જેઠ થોડાં સમય પહેલાં જ આત્મહત્યા કરી લીધી હતી.પીડિતાના જેઠાણીએ જણાવેલ કે તેવો હવે તેમના સાસુ – સસરા સાથે રહેવું છે. પીડિતાને દર હતો કે જો ફરી તેવો બધાં સાથે રહેશે તો સતત નાની મોટી બાબતોમાં ઝઘડાઓ થતા રહેશે.તેથી પીડિતા એ તેમનાં પતિ ને બીજા મકાનમાં અલગ રહેવા જવાનું જણાવેલ.એ બાબત ને લઈ ને.પીડિતા ના પતિ અને સાસુ- સસરા તેમની સાથે ઝઘડો કરેલ તેમજ અપશબ્દો બોલતા હતાં.પીડીતાના પતિએ તેમને જણાવેલ કે તેમની દિકરીને લઈ તેમનાં પિયરમાં રહેવા જતા રહે ત્યારે પીડિતાએ તેમનાં પતિ જણાવેલ કે તેવો તેમના પિયરમાં રહેવા જતાં રહેશે છતાં પણ તેમના પતિ તેમનાં માતા – પિતાને ફોન કરી બનેલ ધટનાની જાણ કરી અને પીડિતા લઈ જવા માટે કહ્યું.પીડિતાને તેમનાં પતિની આ બાબતથી ખૂબ જ દુઃખી થયેલ અને આત્મહત્યા કરવા નો વિચાર કરેલ ૧૮૧ ટીમ પહોંચતા ની સાથે પીડીતા મહિલાના સાસુ-સસરા તથા પતિને સમજાવેલ તેમજ પીડિતાનું કાઉન્સેલિંગ કરેલ તેમને સમજાવેલ કે આત્મહત્યા કરવી એ સમસ્યાનું નિવારણ નથી તથા તેમના બાળકો નિરાધાર થઈ જશે તેવી સમજણ આપેલ તથા આત્મહત્યા કરવી એ ગુનો છે. માટે ક્યારેય જીવનમાં આત્મહત્યા કરવાનો વિચાર કરવો નહીં .પીડિતા મહિલાએ જણાવેલ કે હવે પછી ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર કરશે નહીં. પીડિતા મહિલાએ આત્મહત્યા કરવાનો વિચાર ડિપ્રેશનમાં આવીને કરેલ હતો. આમ ૧૮૧ ટીમે કુશળ કાઉન્સેલિંગ કરી પીડીતા મહિલા ને જીવવાની જિજ્ઞાસા જગાડેલ અને સુખદ સમાધાન કરાવેલ તેમજ મહિલાના ઘરના સભ્યોએ ૧૮૧ ટીમનો આભાર માનેલ, આમ ૧૮૧ ટીમ એ એક પીડિતા મહિલા નું જીવન બચાવેલ.