આયોધ્યામાં યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી રામનગરી અયોધ્યામાં 5 લાખ લાડુ મોકલાવવામાં આવશે

copy image

copy image

આગામી 22 જાન્યુયારીના આયોધ્યામાં યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી રામનગરી અયોધ્યામાં 5 લાખ લાડુ મોકલવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આ અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે, આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રામલલ્લાને મહાકાલ મંદિરમાંથી લાડુ ચઢાવવામાં આવશે. ઉપરાંત તમામ રામ ભક્તોને પ્રસાદ તરીકે લાડુનું વિતરણ પણ કરવામાં આવશે.

આ બાબત અંગે ગત દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉજ્જૈનના મહાકાલ મંદિરના ચિંતામન યુનિટમાં લાડુ બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. અહીં 250 ક્વિન્ટલ(25 હજાર કિલો) લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેની કિંમત લગભગ એક કરોડ રૂપિયા છે તેવું જાણવા મળી રહ્યું છે.

  સીએમના નિર્દેશ પર 5 લાખ લાડુ ભેટ તરીકે રામનગરી અયોધ્યા મોકલવાશે. આ કામ સમયસર પૂર્ણ કરવા માટે દરરોજ 100 જેટલા લોકો કામ કરી રહ્યા છે. આ લાડુને તૈયાર કરવામાં લગભગ 5 દિવસનો સમય વિતશે. લાડુને અયોધ્યા પહોંચાડવા માટે ત્રણથી પાંચ ટ્રકની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં માહિતી મળી રહી છે કે, આગામી 17 કે 18 જાન્યુઆરીએ ઉજ્જૈનથી લાડુનો રવાના થશે. અને ત્યાર બાદ લગભગ 21 જાન્યુઆરી સુધીમાં આ લાડુ અયોધ્યા પહોંચશે…..જય શ્રી રામ