ભારતીય બનાવટના વિદેશી દારૂની 63 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડતી અંજાર પોલીસ

daru

copy image

copy image

અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજારનો વિશાલ ગોસ્વામી નામનો શખ્સ પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી, બાતમી વાળા મકાનની તલાશી લેતા તેમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કિ.28,050ની કુલ 63 બોટલો નીકળી પડી હતી. પોલીસે 28 હજારના દારૂના જથ્થા સાથે સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.