અંજાર નજીક આવેલ કેમો સ્ટીલ કંપનીમાં આગની જવાળાઓ ફાટી નીકળતા દુર્ઘટના બની : 10 લોકો ગંભીર રીતે થયા ઘાયલ

copy image

copy image

અંજાર નજીક આવેલ કેમો સ્ટીલ કંપનીમાં આગની જવાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી હતી. જેમાં કેટલાક લોકો ગંભીર રીતે દાજી ગયા છે. આ મામલે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, અંજાર વિસ્તારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યાં હતા. મળેલ માહિતી મુજબ આ કંપનીમાં અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતા ભારે અફરાતફરી મચી હતી. ઉપરાંત એક મજૂરે પોતાનો જીવ બચાવવા માટે કંપનીના ઉપરના માળેથી છલાંગ મારી દીધી હતી. વધુમાં સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે આ કંપનીમાં સ્ટીલ પિગળાવતી વખતે આ ઘટનાં બની હતી. ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝ્યા હતા. આ આગના બનાવમાં ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જાવાયા છે. જ્યારે અન્ય છ લોકોને સારવાર અર્થે સ્થાનિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ મામલે પોલીસે અગલને વધુ તપાસ શરૂ કરી દીધી છે તેવું જણાઈ રહ્યું છે.