નાડાપા રોડ પરથી ખનિજનું ગેરકાયદેસર વહન કરનાર ટ્રક કબ્જે

તા.૧૪/૦૧/૨૦૨૪ ના રોજ ખાણ ખનીજ વિભાગ ભુજ કચ્છની ટીમ ભુજ તાલુકાના નડાપા – પધ્ધર વિસ્તારમાં આકસ્મિક ચેકીંગ કરતા રાત્રીના અંદાજે ૧ વાગ્યે નાડાપા રોડ પરથી એક ટ્રક નં.જીજે.૧૨.એઝેડ.૧૩૯૮ માં ડિલિવરી ચલણ વગર કુલ ૨૮ મે. ટન સિલિકા send ખનિજનું ગેરકાયદેસર વહન કરતા હોવાનું માલુમ પડેલ હોય ટ્રકને આગળની કાર્યવાહી અર્થે સીઝ કરવામાં આવેલ છે જેની અંદાજે મુદ્દામાલ કિમંત રૂ.વીસ લાખ છે. સદર ખનીજ શિવમ મિનરલ્સ નામે નાડાપાં ગામે આવેલ સ્ટોક માંથી ભરેલ હોવાનું તપાસમાં જણાયેલ છે.