મોરબી શહેરના લીલાપર રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓ પોલીસના સકંજામાં

970736623Jugar

copy image

copy image

મોરબી ખાતે આવેલ લીલાપર રોડ પરથી 14 હજારની રોકડ સાથે ચાર જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિગમાં હતી તે દરમ્યાન લીલાપર રોડ પાજરાપોર પાછળ આવેલ હનુમાનજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂ.14380 હસ્તગત કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.